અમેરિકાના હેમટ્રેમક શહેરમાં એક સ્ટ્રીટને ખાલિદા ઝિયાનું નામ અપાયું
અમેરિકાના મુસ્લિમ બહુમતી ધરાવતા હેમટ્રેમક શહેરમાં બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ વડાંપ્રધાન ખાલિદા ઝિયાના સન્માનમાં કાર્પેન્ટર સ્ટ્રીટનું નામ બદલીને ખાલિદા ઝિયા સ્ટ્રીટનું નામ આપવામાં આવ્યું હતું.
બાંગ્લાદેશી અખબાર દેશ રૂપાંતરના રીપોર્ટ મુજબ, મિશિગનના હેમટ્રેમક શહેરની વસ્તી 28, 433 છે અને ત્યાં બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ સૌથી વધુ પ્રમાણમાં વસવાટ કરે છે